કોરોનાવાયરસની વિગતો અને શું કરવું જોઈએ. | Kurzgesagt

વીડિયો

ટ્રાન્સક્રિપ્ટ

ડિસેમ્બર 2019 માં ચાયનિઝ સત્તાધિશોએ

વિશ્વને જાણ કરી કે તેમના દેશમાં વાયરસ ફેલાઈ રહ્યો હતો .

તે પછીના મહિનાઓમાં, જોતજોતામા અનેક દેશોમાં ફેલાઈ ગયો અને દરેક દિવસે કેસ બમણા થવા લાગ્યા

આ વાયરસ ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-સંબંધિત કોરોનાવાયરસ 2 છે

જેનાથી કોવિડ -19 નામના રોગ થાય છે અને બધા કોરોના વાયરસ કહે છે.

જ્યારે તે માણસને ચેપ લગાડે છે ત્યારે ખરેખર શું થાય છે અને આપણે બધાએ શું કરવું જોઈએ?

[પ્રસ્તાવના સંગીત]

આ વાયરસ માત્ર એક કવચ છે જેની અંદર જેનેટિક RNA રહેલા છે, એક રીતે જોવા જઈએ તો વાયરસને જીવિત પણ ના કહી શકાય

તવાયરસ માત્ર બીજા જીવ ના કોષ ની અંદર જ પ્રજનન કરી શકે છે

કોરોના પદાર્થોની સપાટી પર થી ફેલાઈ શકે છે

પણ હજી સુધી એ ખબર નથી પડી કે તે એના ઉપર કેટલો સમય જીવી શકે છે

આ વાયરસ ફેલાવા નો મુખ્યતઃ કારણ કફ ના ચેપ છે અથવા તો તમે કોઈ બીમાર વ્યક્તિ ને સ્પર્શ કર્યાં પછી તમારા ચહેરા ને સ્પર્શ કરો તે છે

જેમ કે આંખો અને નાક ઘસવું

અહી થી વાયરસ તમારી શશિર ની અંદર સુધી પહોંચે છે

તેનું અંતિમ મુકામ આંતરડા, બરોળ અને ફેફસાં છે જ્યાં તે ખૂબ ખરાબ પરિણામ લાવી શકે છે

માત્ર થોડા જ વાયરસ પણ રોગ લાવવા માટે કાફી છે

આપના ફેફસાં ની દીવાલ પર અબજો ઉપકલા ના કોષો રહેલા છે

આ તમારા શરીરના સરહદ કોષો છે, તમારા અવયવો અને મ્યુકોસાને ચેપ લાગવાની રાહમાં છે.

કોરોના તેની જેનેટિક મટેરીઅલ ઇન્જેકટ કરવા માટે પીડિતના પટલ પર વિશિષ્ટ રીસેપ્ટર સાથે જોડાય છે.

કોષ, જે થઈ રહ્યું છે તેનાથી અજાણ છે, અને હવે નવી સૂચનાઓ ચલાવે છે,

નકલ કરી નંબર વધારો

તે મૂળ વાયરસની વધુ અને વધુ નકલોથી ભરાઈ જાય છે જ્યાં સુધી તે મહત્વપૂર્ણ બિંદુ સુધી પહોંચે નહીં અને એક અંતિમ ઓર્ડર પ્રાપ્ત કરે છે,

આત્મહત્યા

કોષ એક રીતે ઓગળી જાય છે અને કોરોના હવે નવા કોષોને હુમલો કરવા આગળ વધે છે

ચેપગ્રસ્ત કોષોની સંખ્યા ઝડપથી વધે છે

લગભગ 10 દિવસ પછી, શરીરના લાખો કોષોને ચેપ લાગે છે અને અબજો વાયરસ ફેફસાંમાં ફેલાય છે.

હજી સુધી કોરોના ને લીધે તમને કાંઈ ખાસ નુકશાન થયું નથી પણ હવે વાયરસ ખરેખરો ખેલ શરૂ કરશે

તમારી પોતાની રોગપ્રતિકારક શક્તિ.

રોગપ્રતિકારક શક્તિ, જે તમારું રક્ષણ કરવા માટે છે , તે ખરેખર તમારા માટે ખૂબ જોખમી હોઈ શકે છે અને તેને ચુસ્ત નિયમનની જરૂર છે.

રોગપ્રતિકારક કોષો વાયરસ સામે લડવા માટે ફેફસાંમાં આવતાની સાથે, કોરોના તેમાંના કેટલાકને ચેપ લગાડે છે અને મૂંઝવણ પેદા કરે છે.

કોષો પાસે આંખ કાન તો હોતા નથી

તેઓ મોટે ભાગે સાઈટોકાઇન્સ નામના નાના માહિતિવાળા પ્રોટીન દ્વારા વાતચીત કરે છે.

લગભગ દરેક મહત્વપૂર્ણ પ્રતિરક્ષા તેમના દ્વારા નિયંત્રિત થાય છે.

કોરોનાથી ચેપગ્રસ્ત રોગપ્રતિકારક કોષો વધુ પડતી કાર્યવાહી કરે છે અને એ વધારે સહાયતા માંગે છે

એક અર્થમાં, તે રોગપ્રતિકારક શક્તિને લડાયક યુદ્ધમાં મૂકે છે અને જરૂર કરતા વધુ સૈનિકો મોકલે છે જેનાથી સ્રોતોનો બગાડ થાય છે અને નુકસાન પહોંચે છે

ખાસ કરીને બે પ્રકારના કોષો વિનાશ સર્જે છે

પ્રથમ, ન્યુટ્રોફિલ્સ, જે મારવામાં નિષ્ણાંત છે પણ તે આપણા કોષો પણ મારી શકે છે

જેમ જેમ તે હજારોમાં આવે છે, તેઓ એન્ઝાઇમ્સને છોડે છે, જે દુશ્મનો અને મિત્રો ને એકસમાન ખત્મ કરે છે

ક્રોધાવેશમાં જતા અન્ય મહત્વપૂર્ણ પ્રકારના કોષો એ કિલર ટી-સેલ છે, જે સામાન્ય રીતે ચેપગ્રસ્ત કોષોને નિયંત્રિત આત્મહત્યા કરવાનો આદેશ આપે છે.

મૂંઝવણમાં હોવાથી, તેઓ તંદુરસ્ત કોષોને પણ પોતાને મારી નાખવા માટે ઓર્ડર આપવાનું શરૂ કરે છે.

જેમ વધુ પડતા રોગપ્રતિકારક કોષો આવે છે તેમ તે સ્વસ્થ કોષો ને પણ વધુ નુકશાન પહોંચાડે છે

સ્થિતિ એટલી ખરાબ થઈ શકે છે કે તેનાથી કાયમી ઉલટાવી ન શકાય તેવું નુકસાન થઈ શકે છે, જે આજીવન અપંગતા તરફ દોરી જાય છે.

મોટા ભાગના કિસ્સાઓમાં, રોગપ્રતિકારક શક્તિ ફરીથી ધીમે ધીમે નિયંત્રણ હાસિલ કરી લે છે.

તે ચેપગ્રસ્ત કોષોને મારી નાખે છે, નવા ચેપ લગાડવાનો પ્રયાસ કરતા વાયરસને અટકાવે છે અને યુદ્ધના ક્ષેત્રને સાફ કરે છે.

આમ માણસના સાજા થવાની શરૂઆત થાય છે

કોરોનાથી સંક્રમિત મોટાભાગના લોકો બીમારી માંથી પ્રમાણમાં હળવા લક્ષણો સાથે નીકળી જશે

પરંતુ ઘણા કેસો ગંભીર અથવા તો અતિ ગંભીર પણ બને છે.

આપણને હજી ટકાવારી ખબર નથી કારણ કે બધા કેસો ઓળખાયા નથી,

પરંતુ તે કહેવું સલામત છે કે તે તાવ કરતાં ઘણાં વધારે છે. વધુ ગંભીર કેસોમાં,

લાખો ઉપકલાના કોષો મરી ગયા છે અને તેમની સાથે ફેફસાંની રક્ષણાત્મક અસ્તર સમાપ્ત થઈ ગઈ છે.

એનો અર્થ એ કે એલ્વેઓલી - નાની વાયુ કોથળીઓ, જેના દ્વારા શ્વાસ લેવામાં આવે છે - તે બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત થઇ શકે છે જે સામાન્ય રીતે મોટી સમસ્યા નથી.

દર્દીઓને ન્યુમોનિયા થાય છે.

શ્વસન મુશ્કેલ બને છે અથવા નિષ્ફળ પણ થાય છે, અને દર્દીઓને ટકી રહેવા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે.

રોગપ્રતિકારક શક્તિ અઠવાડિયાઓ થી સંપૂર્ણ ક્ષમતા પર લડી છે અને લાખો એન્ટિવાયરલ શસ્ત્રો બનાવ્યા છે.

અને જેમ હજારો બેક્ટેરિયા ઝડપથી ગુણાકાર કરે છે, તે ભરાઈ જાય છે.

તેઓ લોહીમાં પ્રવેશ કરે છે અને શરીરને વટાવી જાય છે; જો આ થાય, તો મૃત્યુ ખૂબ જ સંભવિત છે.

કોરોના વાયરસની તુલના હંમેશાં ફ્લૂ સાથે કરવામાં આવે છે, પરંતુ ખરેખર, તે વધુ જોખમી છે.

જો કે ચાલુ રોગચાળા દરમિયાન ચોક્કસ મૃત્યુ દર જાણવો મુશ્કેલ છે,

આપણે ખાતરીપૂર્વક જાણીએ છીએ કે તે વધુ ચેપી છે અને ફલૂ કરતા ઝડપથી ફેલાય છે.

કોરોના જેવા રોગચાળા માટે બે ભવિષ્ય છે: ઝડપી અને ધીમો.

આપણે કયા ભવિષ્યમાં જોઈ શું તે તેના પર નિર્ભર છે કે શરૂઆતના દિવસોમાં આપણે બધા તેની ઉપર કેવી પ્રતિક્રિયા આપીએ છીએ.

ઝડપી રોગચાળો ભયાનક બનશે અને ઘણા જીવો પણ જશે;

ધીમો રોગચાળો ઇતિહાસના પુસ્તકો દ્વારા યાદ કરવામાં આવશે નહીં.

ઝડપી રોગચાળા માટે સૌથી ખરાબ સ્થિતિનું નિર્માણ ચેપના ખૂબ જ ઝડપી દરથી શરૂ થાય છે

કારણ કે તેને ધીમું કરવા માટે કોઈ પ્રતિકારક પગલા નિશ્ચિત કરેલ નથી.

કેમ આ આટલું ખરાબ છે?

ઝડપી રોગચાળોમાં, ઘણા લોકો એક જ સમયે બીમાર પડે છે.

જો સંખ્યા ખૂબ મોટી થાય છે, તો દવાખાનાઓ ની કૅપેસિટી તેને નિયંત્રિત કરવામાં અસમર્થ બની જાય છે.

તબીબી સ્ટાફ અથવા વેન્ટિલેટર જેવા ઉપકરણો જેવા પર્યાપ્ત સંસાધનો નથી, દરેકને મદદ કરવા અપૂરતા છે.

લોકો ને સારવાર ન મળતા જીવલેણ કેસો વધશે

અને વધુ આરોગ્ય સંભાળ કાર્યકરો પોતે બીમાર પડે છે તો આરોગ્ય સંભાળ પ્રણાલીઓની ક્ષમતા વધુ ઓછી થાય છે.

જો આ સ્થિતિ બની જાય, તો પછી કોને જીવન મળે છે અને કોને નહીં , તેના વિશે ભયાનક નિર્ણયો લેવા પડશે.

આવા સંજોગોમાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.

આને ટાળવા માટે, વિશ્વ - જેનો અર્થ આપણા બધાને છે - તેને ધીમાં રોગચાળામાં ફેરવવા માટે જે કરી શકે તે કરવાની જરૂર છે.

રોગચાળો યોગ્ય પ્રતિક્રિયાઓ દ્વારા ધીમો થાય છે.

ખાસ કરીને પ્રારંભિક તબક્કે, જેથી માંદગીમાં આવનારા દરેક વ્યક્તિ સારવાર મેળવી શકે અને ભરાઈ ગયેલી હોસ્પિટલોમાં કોઈ સંકટ ન આવે.

આપણી પાસે કોરોના માટે કોઈ રસી નથી, તેથી આપણે આપણી વર્તણૂકને સામાજિક રીતે ઇજનેરી કરવી પડશે,

જેથી આપણે સામાજિક રસીનું કાર્ય કરીએ. આનો સરળ અર્થ બે વસ્તુ છે:

  1. ચેપ લાગવા દેવો નહિ; અને 2. અન્યને ચેપ લગાડવું નહીં.

જો કે તે નિરર્થક લાગે છે, પરંતુ તમારા ઘ્વારા સૌથી સારી કરી શકાતી વસ્તુ છે તમારા હાથ ધોવા

સાબુ ​​ખરેખર એક શક્તિશાળી સાધન છે.

કોરોના વાયરસ મૂળભૂત રીતે ચરબીનો એક સ્તર છે તેમાં છુપાયેલા છે;

સાબુ ​​તે ચરબીને તોડે છે અને તમને ચેપ લગાડવાથી અટકાવે છે

તે તમારા હાથને લપસણો પણ બનાવે છે, અને ધોવાનાં યાંત્રિક ગતિથી, વાયરસ દૂર થઈ જાય છે.

તેને યોગ્ય રીતે કરવા માટે, તમારા હાથ તે રીતે ધોઈ નાખો જાણે કે તમે થોડા મરચા કાપ્યા છે અને હવે તમારા કોંટેક્ટ લેન્સ પહેરવા છે.

આગલી વસ્તુ સામાજિક અંતર છે, જે સારો અનુભવ નથી,

પરંતુ કરવા માટે એક સારી વસ્તુ છે . આનો અર્થ છે: ભેટવું નહીં, હાથ મિલાપ નહીં.

જો તમે ઘરે રહી શકો, તો સમાજને કાર્યરત રાખવા માટે બહાર રહેવાની જરૂર છે તેવા લોકોનું રક્ષણ કરવા ઘરે રહો:

ડોકટરોથી લઈને કેશીઅર્સ, અથવા પોલીસ અધિકારીઓ; તમે તે બધા પર નિર્ભર છો; બીમાર ન થવા માટે તે બધા તમારા પર નિર્ભર છે.

મોટા સ્તરે ક્વોરેન્ટાઇન્સ છે, જેનો અર્થ મુસાફરી પ્રતિબંધ અથવા ઘરે રહેવા માટેના આધિકારીક ઓર્ડરથી લઈને વિવિધ વસ્તુઓ થઇ શકે છે

ક્યુરેન્ટાઇન અનુભવ માટે સારો નથી અને ચોક્કસપણે લોકપ્રિય નથી.

પરંતુ તેઓ આપણને અને ખાસ કરીને દવાઓ અને રસીકરણ પર કામ કરતા સંશોધકોને - નિર્ણાયક સમય આપે છે

તેથી જો તમને સંસર્ગનિષેધ હેઠળ મૂકવામાં આવે છે, તો તમારે સમજવું જોઈએ કે તે શા માટે છે અને તેનું સન્માન કરવું જોઈએ.

આમાની કોઈપણ વસ્તુ આનંદદાયક નથી. પરંતુ દૂરંદેશીથી જોતાં આ ચૂકવવા માટે ખરેખર ઓછી કિંમત છે.

રોગચાળો કેવી રીતે સમાપ્ત થાય છે તેનો પ્રશ્ન, તેઓ કેવી રીતે શરૂ કરે છે તેના પર નિર્ભર છે;

જો તેઓ બેહદ ઝડપી શરૂઆત કરે છે, તો તે ખરાબ રીતે સમાપ્ત થાય છે.

જો તેઓ ધીમી શરૂ થાય છે, ખૂબ જ ઢોળાવ સાથે, તેઓ ઠીક-ઠીક અંત લાવે છે.

અને, આ દિવસ અને યુગમાં, તે ખરેખર આપણા બધાના હાથમાં છે.

શાબ્દિક રીતે પણ , અને

અલંકારિક રૂપે પણ.

તે નિષ્ણાતોનો ખૂબ મોટો આભાર કે જેમણે આ વિડિઓ માટે ટૂંકી સૂચના પર અમારી મદદ કરી,

વિશેષ રૂપે Our World In Data

વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ પર સંશોધન અને ડેટા માટેનું ઓનલાઇન પ્રકાશન

અને તેમને હલ કરવાની પ્રગતિ કેવી રીતે કરવી.

તેમની સાઇટ તપાસો. તેમાં કોરોના રોગચાળો પર સતત અપડેટ કરેલું પૃષ્ઠ શામેલ છે

[આઉટરો સંગીત]